Pages

Tuesday, February 22, 2011

લાગણીઓને ફ્રિઝમાં મુકી રાખી છે

મેં પણ લાગણીઓને ફ્રિઝમાં મુકી રાખી છે
ક્યારેક ખુટી પડૅ તો કામ લાગે ને
ખુટેલી લાગણી વાળા લોક હવે દેખાય છે બધે

આંખો ચુરાવાની પ્રેક્ટીશ રોજ કરી રાખી છે
જેથી એમાં શરમ આવી ના જાય
કેમકે કોઇ આખમાં શરમને સંઘરતુ નથી

કુઠારાઘાત માટે દિલને કઠોર બનાવતો જા ઉં છું
જેથી કોઇ દી એ તુટી નાજાય
દિલ તોડવાની જાણે ફેશન થઇ ગઇ છે બધે
જિનદત્ત શાહ

એમ મળવાનું હવે ક્યાં થાય છે?

એમ મળવાનું હવે ક્યાં થાય છે?
યાર, હળવાનું હવે ક્યાં થાય છે?

એક સાંજે આમ છૂટા થઇ ગયા
ને ઝગડવાનું હવે ક્યાં થાય છે?

રાહ જોતો હું કલાકો, યાદ છે
રાહ જોવાનું હવે ક્યાં થાય છે?

ચાંદની પીધા પછી આ હાલ છે
રોજ પીવાનું હવે ક્યાં થાય છે?

રાતભર એ ભીંજવી દેતી હતી
જો પલળવાનું હવે ક્યાં થાય છે?

તાપ એનો એટલો, બાળી મૂકે
બસ, સળગવાનું હવે ક્યાં થાય છે?

આખરે કાફર હતી એ છોકરી
આંખ લડવાનું હવે ક્યાં થાય છે?

હું જ શોધું છું મને આ શહેરમાં
શોધવાનું મન તને ક્યાં થાય છે?

કંઇ થાય નઇ

છાનું રે છપનું કંઇ થાય નઇ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ

આંખ્યો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણો એ મળ્યુ મળાય નઇ

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લેવાય નઇ

- અવિનાશ વ્યાસ

રૂપ ક્યાંથી લાવ્યો

મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;
મોરલો મરતલોકમાં આવ્યો.

લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
વર થકી આવે વેલો;
સતી રે સુહાગણ સુંદરી રે,
સૂતો તારો શે’ર જગાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો..

ઇંગલા ને પિંગલા મેરી અરજું કરે છે રે;
હજી રે નાથજી કેમ ના’વ્યો;
કાં તો શામળીયે છેતર્યો ને કાં તો
ઘર રે ધંધામાં ઘેરાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો..

એવો કર્જો

પ્રેમ કર્જો તો એવો કર્જો
જે સદાય દિલ ને યાદ રહિ જાય્,

ભલે તમારુ આ શરિર મરિ જાય ,
પણ તમારો અત્મા એને પ્રેમ કરતો રહિ જાય...
દિલ મડવાના આ મોસમ મા
ક્યા છે તુ હે દિલ્!!!
હુ આજે પન તારિ રાહ જોઉ છુ
કે તુ આ વરસે વરસાદ મા મારિ સાથે
પલડવા આવિશ્!!!!!!

જિગર ના ટુકડા

જિગર ના ટુકડા ઓને વિણવા નિકળ્યો છુ.
ના જાણે કોના પ્રેમ ને શોધવા નિકળ્યો છુ.

રાત ના અંધારા મા દિવો લઇને નિકળ્યો છુ.
પ્રેમ ના નગર મા પ્રેમ ને શોધવા નિકળ્યો છુ.