Pages

Tuesday, February 22, 2011

કંઇ થાય નઇ

છાનું રે છપનું કંઇ થાય નઇ
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ

આંખ્યો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણો એ મળ્યુ મળાય નઇ

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લેવાય નઇ

- અવિનાશ વ્યાસ

રૂપ ક્યાંથી લાવ્યો

મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;
મોરલો મરતલોકમાં આવ્યો.

લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
વર થકી આવે વેલો;
સતી રે સુહાગણ સુંદરી રે,
સૂતો તારો શે’ર જગાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો..

ઇંગલા ને પિંગલા મેરી અરજું કરે છે રે;
હજી રે નાથજી કેમ ના’વ્યો;
કાં તો શામળીયે છેતર્યો ને કાં તો
ઘર રે ધંધામાં ઘેરાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો..

એવો કર્જો

પ્રેમ કર્જો તો એવો કર્જો
જે સદાય દિલ ને યાદ રહિ જાય્,

ભલે તમારુ આ શરિર મરિ જાય ,
પણ તમારો અત્મા એને પ્રેમ કરતો રહિ જાય...
દિલ મડવાના આ મોસમ મા
ક્યા છે તુ હે દિલ્!!!
હુ આજે પન તારિ રાહ જોઉ છુ
કે તુ આ વરસે વરસાદ મા મારિ સાથે
પલડવા આવિશ્!!!!!!

જિગર ના ટુકડા

જિગર ના ટુકડા ઓને વિણવા નિકળ્યો છુ.
ના જાણે કોના પ્રેમ ને શોધવા નિકળ્યો છુ.

રાત ના અંધારા મા દિવો લઇને નિકળ્યો છુ.
પ્રેમ ના નગર મા પ્રેમ ને શોધવા નિકળ્યો છુ.

શબ્દો ફકત શબ્દો

શબ્દો ફકત શબ્દો રહે એવું કરો
આ મૌનના પડઘા શમે એવું કરો

આજે ઈરાદો કંઈ જુદો છે ચાંદનો
આ સુર્ય પણ થોડો નમે એવું કરો

બીજા તમારા બાદ પણ ચાલી શકે
રસ્તા તણા પથ્થર હટે એવું કરો

હર પળ ઉદાસીમય રહ્યું વાતાવરણ
એકાદ બાળક ત્યાં હસે એવું કરો

મોસમ વિના આવી ચઢી છે પાનખર
ને ફુલ કોઇ ના રડે એવું કરો

હર હાથ ખંજર થૈ ગયાની છે ખબર
ગુલ પ્યારની દુનિયા વસે એવું કરો

- અહમદ ગુલ

સમય વહી જાય

સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,

સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,

જીવન મા મળે છે ઘણા લોકો,

યાદ બહુ થોડા રહી જાય છે !